નવી દિલ્લીઃ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં બનનારી ઘટનાઓ વ્યક્તિના ભવિષ્યને લઈને અનેક સંકેતો આપે છે. આવનારા ખરાબ સમય અથવા સારા સમય વિશે બતાવે છે. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું જેનું સપનામાં આવવું શુભ માનવામાં આવે છે. જો સપનામાં આ 5 પ્રકારની વસ્તુઓ દેખાય છે તો તે સારા ભાગ્યનું સૂચક કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત વ્યક્તિઃ
જો કોઈ વ્યક્તિને સપનામાં મૃત વ્યક્તિ અથવા મૃત શરીર દેખાઈ છે તો તેનો અર્થ વ્યક્તિને ભવિષ્યમાં લાભ મળવાના સંકેત છે.


વૃક્ષઃ
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં વૃક્ષ દેખાવું શુભ માનવામાં આવે છે. આ આકસ્મિક ધન લાભ સૂચક માનવામાં આવે છે. જો તમે સપનામાં લીલું વૃક્ષ જોવો છો અથવા તો ખુદ વૃક્ષ પરથી ફળ તોડતા દેખાવ છો તો તેને અર્થ પિતૃ સંપત્તિ પ્રાપ્ત થવો છો. 


પાણીમાં પડતા દેખાવુંઃ
સપનામાં તમે ખુદને પાણીમાં પડતાં જોવો છો તો આ શુભ માનવામાં આવે છે. જો તમને પણ આવું સપનું આવે છે તો તેને મતલબ છે કે તમને વેપારમાં સારો લાભ થવાની સંભાવના છે. 


કુંવામાંથી પાણી નીકળવુંઃ
સપનામાં ખુદને કુવામાંથી પાણી કાઢતા જોવું પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ આવું સપનું જોવે છે તો તેનો અર્થ છે કે, તમારી પાસે જે પણ પૈસા છે તે ઈમાનદારીથી કમાયેલા છે.


કપડાઃ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ખુદને નવા કપડા પહેરેલા જોવા ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. આ સાથે ખુદના કપડા સુકાતા જોવા જોવા તે વ્યક્તિના પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે.